આવતીકાલે શું થવાનું છે એની કોઈને ખબર નથી હોતી! એમ મેં ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું કે ભારત બહાર ક્યારેય જવાનું થશે! બસ એ જ રીતે ક્યારેય નહોતું વિચાર્યું કે દુબઈ જવાનું થશે પણ થયું! જેનું વર્ણન આ પ્રવાસ વર્ણનમાં વાંચવા મળશે! જેને વાંચ્યા બાદ દુબઈ પ્રવાસ આપની માટે એકદમ યાદગાર બની રહેશે! મારા દ્વારા દુબઈમાં મુલાકાત લીધેલા દરેક સ્થળની વાત તમને આ પ્રવાસ વર્ણનમાં વાંચવા અને જાણવા મળશે! વાંચતાં વાંચતાં એવું મહેસૂસ થવા લાગશે કે જાણે તમે મારી સાથે દુબઈ ફરી રહ્યા છો! દુબઈ જવું દરેકનું સ્વપ્ન હોય છે અને સ્વપ્નને જોયા વગર, ત્યાં એકાએક જવાનું થાય તો કેવી મજા આવે! બસ એવો જ અનુભવ મને દુબઈમાં થયો અને ખરેખર દુબઈ તો દુબઈ જ છે. ત્યાંની હવા અને ત્યાંની સ્વચ્છતા તમને ત્યાંનો રંગ લગાડી જ દે છે, એમ મને પણ માત્ર એકવીસ દિવસના પ્રવાસમાં તેના રંગમાં એવો રંગી દીધો કે આજ પણ તેની યાદ ભારત આવ્યા બાદ પણ ભુલાતી નથી. દુબઈનું આ વર્ણન વાંચ્યા પછી તમે મારા અને મારા આ પ્રવાસ વર્ણનના ફેન અચૂક થઈ જવાના છો, એની ખાતરી આપું છું અને મજા પણ ખૂબ જ આવશે!
Bitte wählen Sie Ihr Anliegen aus.
Rechnungen
Retourenschein anfordern
Bestellstatus
Storno







