જેનું નામ સાંભળીને આખું વિશ્વ થરથર કંપી ઉઠે એવા અણુબૉમ્બ વિશે તો આપણે અવારનવાર સાંભળતાં રહીએ છીએ. આજ દિન સુધી ન્યૂઝ, સમાચાર પત્ર, સોશિયલ મીડિયામાં અણુબૉમ્બ વિશે અવારનવાર વાંચવા મળી રહે છે પણ આ જ અણુબૉમ્બને હથિયાર બનાવીને દેશ સાથે ગદ્દારી કરવામાં આવે તો! આવા જ એક રસપ્રદ વિષય સાથે નરેન્દ્ર ત્રિવેદી તેમની છઠ્ઠી નવલકથા લખવામાં સફળ થયા છે. નરેન્દ્ર ત્રિવેદી તેમની નવલકથા, નવલિકા સંગ્રહ અને વાર્તા સંગ્રહ પ્રકાશિત કરી ચૂક્યા છે, જેમાં 'પ્લેન હાઇજેકિંગ', 'રહસ્યની સમીપે', 'મેઘ ધનુષના રંગો', 'દૃશ્ય અદૃશ્ય' અને 'યાદ એક સ્પર્શની' પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમના દ્વારા જ્યારે તેમની છઠ્ઠી નવલકથાના પ્રકાશન વિશે જણાવવામાં આવ્યું ત્યારે મને આ નવલકથા વાંચવાની ખૂબજ અધીરાઈ વધી ગઈ હતી કેમકે તેમની પ્રથમ પાંચ પુસ્તક હું વાંચી ચૂક્યો હતો અને તેમનું છઠ્ઠું પુસ્તક સૌથી પહેલાં વાંચવાનો મોકો છોડવા માગતો નહોતો. આ નવલકથાને વાંચવી, માણવી અને સમજવી મારી માટે સરળ રહી, કેમકે નરેન્દ્ર ત્રિવેદી દ્વારા 'અણુબૉમ્બ - દેશદ્રોહી અપહરણ' નવલકથાને રસપ્રદ બનાવવા માટે ગામઠી ભાષાનો પણ પ્રયોગ કર્યો છે, જેને સમજવો ખૂબજ આસાન છે.
Bitte wählen Sie Ihr Anliegen aus.
Rechnungen
Retourenschein anfordern
Bestellstatus
Storno