મા શારદાના ચરણોમાં શત શત વંદન કરી આ પુસ્તક પ્રકૃતિરૂપી પ્રભુને ધરું છું. પ્રકૃતિના કણેકણમાં પ્રભુ બિરાજે છે, ત્યારે પ્રકૃતિનું જતન અને રક્ષણ કરવાની જવાબદારી પણ આપણી જ છે. બાળકો વાર્તા દ્વારા પ્રકૃતિનું મહત્વ સમજે, પ્રકૃતિ પ્રત્યે લાગણી રાખી તેનું જતન કરે એ આ પુસ્તકનો મુખ્ય હેતુ છે. બાળકો નાનપણથી જ પર્યાવરણના સાચા સંરક્ષકો બને એ જરૂરી છે. આ પુસ્તક શ્રેણી ધોરણ 1 થી 5નાં નિર્દોષ બાળકોને પ્રાકૃતિક વાર્તાઓ દ્વારા આનંદ અને સારા સંસ્કાર આપે તેવા શુભ આશયથી 'ઊડણ ચકલી' બાળવાર્તા પુસ્તક તૈયાર કર્યું છે. બાળવાર્તા દ્વારા આપેલું શિક્ષણ લાંબા સમય સુધી બાળકો યાદ રાખી શકે છે. મારાં શાળા રૂપી બાગનાં પુષ્પો આ બાળવાર્તા દ્વારા નવું નવું શીખતાં રહે તેવી પ્રાર્થના.....
Bitte wählen Sie Ihr Anliegen aus.
Rechnungen
Retourenschein anfordern
Bestellstatus
Storno







