'જીવનની સંધ્યાએ' શ્રેણીમાં વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલાં અનેક દંપતિઓની નિવૃત્તિ સમયે ઊભી થતી આર્થિક સંકડામણની વાતો તો કોઈકે કરેલી અગમચેતીપૂર્વકની આર્થિક ગોઠવણીની વાત કરી છે. બદલાતા સમય અને સંજોગોમાં વિચારભેદને લીધે બે પેઢી વચ્ચે સર્જાતી સમસ્યા અને સંવાદિતાની વાત કરી છે. 'જીવનની સંધ્યાએ' શ્રેણીમાં વાસ્તવિકતાનો સૂર છે. અનેક પરિવારમાં બને છે એમ પુત્રપ્રેમની સામે માતાપિતાની આર્થિક કે સામાજિક સલામતી જોખમાય એવા નિર્ણયોની સામે લાલબત્તી ધરી છે. નિખિલ કિનારીવાળાની 'દામ્પત્ય દર્પણ'ની વાતોમાં ખૂબ વિવિધતા છે. 'આંધળો પુત્રપ્રેમ' માં પુત્રની બેજવાબદાર હરકતો સામે આંખ આડા કાન કરતી માતાના પ્રેમને લીધે દીકરો આડા રવાડે ચઢી જાય અને વાત એટલી હદે વણસી જાય કે એના લીધે પિતાની સામાજિક તેમજ આર્થિક પ્રતિષ્ઠા જોખમાય એની વાત કરી છે સાથે 'ગૃહલક્ષ્મી' વાર્તામાં ઉચ્ચ શિક્ષણ, ઉમદા આચારવિચાર અને વ્યવહારથી ઘરની આબરુ ઘરમાં જ સચવાઈ રહે એવી પુત્રવધૂના ગુણ પણ ઉજાગર કર્યા છે. પતિ-પત્ની વચ્ચે અહમ આડો આવે ત્યારે તેમની વચ્ચે સર્જાતા મતભેદ, મતભેદને લીધે સર્જાતા મનભેદ અને મનભેદના લીધે સર્જાતા ક્લેશની પરિવાર પર થતી અસર, જો પતિ-પત્ની અલગ થાય તો સંતાનોના જોખમાતા હિતની જે વાત 'અહમ્ નો ટકરાવ' માં કરી છે. આવી ઘટનાઓ આપણે પણ જાણીએ છીએ, પણ જ્યારે નિખિલ કિનારીવાળાના શબ્દોમાં એ વ્યકત થાય ત્યારે એની વેધકતા સમજાય.
Bitte wählen Sie Ihr Anliegen aus.
Rechnungen
Retourenschein anfordern
Bestellstatus
Storno