મારું પ્રથમ પુસ્તક "પમરાટ" જાન્યુઆરી 2023 માં પ્રકાશિત કરવામાં આવ્યું. મોડાસા બી. એડ. કોલેજમાં તેનું વિમોચન કરવામાં આવ્યું. ત્યાર બાદ ભાગ 2 નું ગ્રોમોર કેમ્પસ, હિંમતનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું. મારા આ પુસ્તકને સારો પ્રતિસાદ મળ્યો, જેના કારણે "પમરાટ" ભાગ 3 પ્રકાશિત કરી રહ્યો છું વિવિધ લેખ અને બે પુસ્તકો પ્રકાશિત કરીને મારા ચિંતન અને મનનને એક દિશા મળી, જેના કારણે વિવિધ વિષયો પર મારા વિચારો વ્યક્ત કરવાની તક મળી. નવા નવા વિષયોની શોધ કરીને તેના પર મારું ચિંતન કર્યું. હું એક ચોક્કસ વિષયને લઈને પારિવારિક, સામાજિક, શૈક્ષણિક જેવા વિષયો પર ચિંતન કર્યું. મનુષ્ય એ માત્ર મનુષ્ય પ્રાણી નથી. મનુષ્ય પોતાની જાતને સતત સુધારતો રહ્યો છે. મનુષ્ય તેના પારિવારિક અને સામાજિક વ્યવહારોમાં પણ ફેરફાર જોવા મળે છે. આ પુસ્તકમાં મનુષ્યના જીવનને સ્પર્શતા વિષયો પર મારું ચિંતન પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તક કોઈ વાર્તા કે કોઈ નવલકથા પણ નથી પરંતુ વર્તમાન પારિવારિક અને સામાજિક સ્થિતિનું મારું એક અવલોકન છે. જે મેં બારીકાઇથી જોયું છે, જેનો આપે પણ અનુભવ કર્યો હશે. આ પુસ્તક આપને આ દિશામાં ચિંતન અને મનન કરવા માટે સહાયરૂપ નીવડશે અને સ્વમૂલ્યાંકન કરવામાં મદદરૂપ બનશે.
Bitte wählen Sie Ihr Anliegen aus.
Rechnungen
Retourenschein anfordern
Bestellstatus
Storno







