જ્યારે મેં 'લ્યુકેમિયા' નવલકથા લખવાનું શરૂ કર્યું, ત્યારે મારી અંદર કોઈ કલ્પિત કથા નહોતી, પણ એક પીડા હતી, એક પ્રશ્ન હતો-શું કોઈ માતા-પિતા પોતાના બાળકને મૃત્યુના કાંઠે પહોંચતું જોઈ શકે! બાળક માટે કશું ન કરી શકવાની લાચારી સહન કરી શકે! શું કોઈ મા, જે પોતાના બાળકના દરેક દુઃખમાં પોતાનું કાળજું કાપી શકે છે, તે ચૂપચાપ બેઠી રહીને માત્ર રિપોર્ટની રાહ જોઈ શકે? 'લ્યુકેમિયા' એ એવા જ પ્રશ્નોથી જન્મેલી ભાવનાત્મક યાત્રા છે, જે એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં ત્યારે તૂટી પડે છે, જ્યારે તેમના એકમાત્ર દીકરાને લ્યુકેમિયા એટલે કે લોહીનું કેન્સર થવાની માહિતી મળે છે. લ્યુકેમિયા એ લોહીનું કેન્સર છે, જે બોન મેરો (અસ્થિમજ્જા) અને લોહીના કોષો પર અસર કરે છે. સામાન્ય રીતે બોન મેરો સ્વસ્થ લાલ કોષો, સફેદ કોષો અને પ્લેટલેટ્સ ઉત્પન્ન કરે છે. પરંતુ જ્યારે લ્યુકેમિયા થાય છે, ત્યારે બોન મેરો અસામાન્ય અને નિષ્ક્રિય સફેદ કોષો ઉત્પન્ન કરે છે, જે ધીરે ધીરે શરીરમાં કાર્યરત કોષોનો નાશ કરે છે. લ્યુકેમિયાનાં મુખ્ય ચાર પ્રકાર છે * એક્યુટ લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા (ALL) * એક્યુટ માયેલોઇડ લ્યુકેમિયા (AML) * ક્રોનિક લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા (CLL) * ક્રોનિક માયેલોઇડ લ્યુકેમિયા (CML) બાળકોમાં મોટા ભાગના કેસમાં 'ALL' જોવા મળે છે. તેનો ઈલાજ શક્ય છે, પણ એ માટે સમય, પૈસા અને તણાવ સહન કરવાની ભાવનાત્મક ક્ષમતા હોવી આવશ્યક છે. આ વાર્તાનું કેન્દ્ર છે - એક નિર્દોષ બાળક "અમાર", જેને સામાન્ય તાવ અને થાક જેવી તકલીફથી હોસ્પિટલ લઈ જવામાં આવે છે, અને ત્યાંથી એની જિંદગી માટે સંઘર્ષ શરૂ થાય છે. આ નવલકથામાં માત્ર રોગની વાત નથી-આ સંઘર્ષ છે એક પિતાનો, જેને પોતાના દીકરાની આંખોમાં ઉદાસી જોઈને પણ હિંમતથી ઊભો રહેવું પડે છે, અને એક એવી માની, જે આમ તો સાવકી છે, પણ પ
Bitte wählen Sie Ihr Anliegen aus.
Rechnungen
Retourenschein anfordern
Bestellstatus
Storno







