મારા હાસ્ય લેખોનું પહેલું પુસ્તક 'ડહાપણની દાઢ' પછી બીજું હાસ્યલેખોનું પુસ્તક 'હસી પડું યાર!' ને વાચકો સમક્ષ મુકતા આનંદની લાગણી અનુભવુ છું. ઈષ્ટદેવ શ્રી રાધા દામોદરજીની કૃપાથી નાનપણથી જ હાસ્યવૃત્તિ અને નિરીક્ષણથી હાસ્ય ઉતપન્ન કરવાની કુદરતી શક્તિ મળેલી, મુન્દ્રામાં જન્મ અને પાછો ઞિરીનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ એટલે પચાસ ટકા હાસ્ય તો ગળથુથીમાં આવી જાય, અહીં અમારી જ્ઞાતિમાં બાળક જન્મીને "રડશું નહીં તો ડૉક્ટર કાચની પેટીમાં પુરી નાખસે." એમ વિચારીને જ રડે નહિતર, હસતાં હસતાં જન્મે! ઘેર ઘેર હાસ્ય! તેમાં અમારા જાનીમાં તો એવા વડિલો થઈ ગયા છે જે ક્રોધમાં પણ હાસ્ય ઉત્પન્ન કરતાં, આવા વડિલ રોડ પર ઊભા હોયને આપણે કહીએ, "જય શ્રી કૃષ્ણ, ઊભા છો" તો તરત કહેશે, "કાં તારા પિતાશ્રીનો રોડ છે? તારા પિતાશ્રી રોડ બનાવશે ત્યારે નહીં ઊભો રહું!" આમ ક્રોધમાં પણ હાસ્ય ઉત્પન્ન કરતાં! પ્રાથમિક શાળામાં દર શનિવારે યોજાતી બાલસભામાં પોતે જ બનાવેલા જોક્સ રજુ કરતો. પુ. પિતાશ્રી સ્વ. જશવંતરાયભાઈ જાની પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક, શિસ્તના આગ્રહી પરંતુ આનંદી સ્વભાવ, સાંસ્કૃતિક પ્રવૃતિનો શોખ એટલે પંદરમી ઓગષ્ટ, છવીસમી જાન્યુઆરી, નવરાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી ઘેર જ થતી આના કારણે અલગ-અલગ પ્રકારના માણસોને સાંભળવા મળ્યા, પિતાશ્રીની બદલીને કારણે અલગ-અલગ ગામના માણસોને સાંભળવાનો મોકો મળ્યો. આથી હાસ્યવૃત્તિ ખીલતી ગઈ. વાચવાના શોખને કારણે મા. શ્રી જ્યોતીન્દ્ર દવેથી સાંઈરામ દવે સુધીના હાસ્યક લેખકો, કલાકારોને વાચ્યા, સાંભળ્યા, કટુંબના મેળાવડામાં પણ ધણુ શીખવા મળ્યુ, એસ.એસ.સી.થી સંદેશ દૈનિકની 'સંસાર દર્પણ'ની સ્પર્ધામાં ભાગ લેતો અને ક્યારેક કૃતિ પસંદ થઈ છપાતી પણ હતી. એમ.કોમ., એલ.એલ.બી.ના અભ્યાસ પછી પૌઢશિક્ષણ નિરીક્ષકની પોસ્ટમાં જોડાયો.
Bitte wählen Sie Ihr Anliegen aus.
Rechnungen
Retourenschein anfordern
Bestellstatus
Storno







