'મેનેજમેન્ટ ગુરુ ભગવાન શ્રીકૃષ્ણ' એક અદ્વિતીય રચના છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એમના જીવનકાળમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અપનાવવામાં આવેલી ટેકનીક અને વર્તમાન સમયમાં એમની પ્રાસંગિકતાનો ઉલ્લેખ છે. આ પુસ્તકનું મુખ્ય લક્ષ્ય છે-ગળા કાપ હરિફાઈના યુગમાં કોઈનું પણ અહિત કર્યા વગર સફળતા પ્રાપ્ત કરવા માટે લોકતાંત્રિક અથવા જટિલ ઔદ્યોગિક પરિવેશમાં આવી ટિપ્સના ઉપયોગ પ્રત્યે સજાગ બનવું. આ પુસ્તક પોતાના વાચકોને વધારે સંતુલિત અને વધારે સંપન્ન થવાની સાથે-સાથે વધારે માનવીય ગુણોથી સંપન્ન થવાનું શીખવે છે. આના અભ્યાસથી વ્યક્તિ આનંદ અને સફળતા, બંને પ્રાપ્ત કરી શકે છે. આની સાથે જ આમાં ભગવાન શ્રી કૃષ્ણની ૬૪ કળાઓનું વિસ્તારપૂર્વક વર્ણન છે. આમાં તમને પોતાની અંગત, સંગઠનાત્મક, રાષ્ટ્રીય અને પારિસ્થિકી સમસ્યાઓનું સમાધાન મળશે. હકીકતમાં, આ પુસ્તકથી થઈને પસાર થવું એક આનંદદાયક યાત્રા સમાન છે. ઓ.પી. ઝા કથા સાહિત્ય અને આધ્યાત્મિક પુસ્તકોના પ્રસિદ્ધ લેખક છે. તમે હિન્દી તેમજ અંગ્રેજી ભાષાઓમાં વાર્તાઓ તેમજ ઉપન્યાસ લખો છો. આમણે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, જે.આર.ડી. ટાટા, જનરલ (સેવા નિવૃત્ત) વી.પી. માલિક, જગમોહન જેવાં ગણમાન્ય વ્યક્તિઓની રચનાનું અનુવાદ કર્યું છે. આમની વાર્તાઓને પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરી ચુકાઈ છે. આમની આધ્યાત્મિક પુસ્કતોમાં શિરડી સાઈબાબા પર પુસ્તકો છે. વર્તમાનમાં તમે એક પ્રતિષ્ઠિત મીડિયા સંગઠનમાં કાર્ય કરી રહ્યાં છો.
Bitte wählen Sie Ihr Anliegen aus.
Rechnungen
Retourenschein anfordern
Bestellstatus
Storno







